test
સિહોરના હઝરત રોશન ઝમીર ગરીબશાહ પીરનો આસ્થા અને શ્રદ્ધા સાથે ઉર્ષ ઉજવાયો: ધાર્મિક કાર્યક્રમો સાથે આજે સાંજે લોકમેળો યોજાયો

ઉર્ષ મુબારકના ભાગરૂપે સતત ત્રણ દિવસ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, ગઇરાત્રે સંદલ શરીફ હાઇવે અને મુખ્ય બજારોમાં ફર્યું,  માલકાણી પરિવાર દ્વારા ખજૂરના દૂધની ન્યાઝનું આયોજન, હજારોની સંખ્યામાં લોકોએ દર્શન લાભ લીધો

દેવરાજ બુધેલીયા
સિહોર રાજકોટ રોડ પર આવેલ ગરીબશાહપીર દાદાનો ઉર્ષ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાયો છે સૌરાષ્ટ્રના મશહૂર શહેનશાહ હઝરત રોશન ઝમીર પીર ગરીબશાહ દાદાનો દર વર્ષ માફક આ વર્ષે પર ભવ્ય ધાર્મિક વિવિધ કાર્યક્રમો અને લોકમેળા સાથે ઉજવણી થઈ છે સતત ત્રણ દિવસથી ચાલતા ઉર્ષ મુબારક દરમિયાન મિલાદ શરીફ, ન્યાઝ શરીફ, સંદલ શરીફ કુરાન ખાની, સામુહિક સલાતો સલામ, કવાલી પોગ્રામ, સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે આજે ઉર્ષની ત્રણ દિવસની ઉજવણી પૂર્ણ થઈ છે આજે સાંજે દરગાહ શરીફના પટાંગણ ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળો પણ યોજાયો હતો ઉર્ષ નિમિતે હજારોની સંખ્યામાં દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શન લાભ લીધો હતો ગઈકાલે ઉર્ષ ઉજવણીના બીજા દિવસે રાત્રીના સંદલ શરીફ દર વર્ષ જેમ નિર્ધારિત રૂટ પર ફર્યું હતું જેમાં સિહોરના સેવાભાવી માયાળુ માલકાણી પરિવારના રજાકભાઈ મોહસીન અને એજાજ દ્વારા મુખ્ય બજારમાં ગરમ ખજૂરના દૂધ ન્યાઝની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્રણ દિવસના ઉર્ષ દરમિયાન સિહોર પોલીસના ઇન્ચાર્જ પીઆઇ સોલંકી અને સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો ઉર્ષ શરીફના ધાર્મિક કાર્યક્રમોમાં ગરીબશાપીર દરગાહ શરીફના ખાદીમો ઈસ્માઈલશા અબ્દુલશા શાહમદાર, રફીકશા કાસમશા શાહમદાર, સલીમશા ગરીબશા શાહમદાર સહિતના અમીન બરફવાળા, સલીમ હુનાણી, ઇકબાલ ડિસ, રફીક રાવાણી, સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી
Reviewed by ShankhnadNews on 21:15 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.