test
સિહોર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષના કેટલાક મુદ્દે દેકારા પડકારા

મુકેશ જાનીએ સભામાં કહ્યું નાના લારી ગલ્લા વાળાઓને હટાવવાનો સમય છે તમારા પાસે..દાદાની વાવ પાસે આવેલી કરોડો રૂપિયાની નગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ સામે કેમ કાર્યવાહી કરતા નથી

ગેસ લાઈને ખોદેલા રોડ રસ્તા એમને જ રીપેરીંગ કરવાના હોઈ તેમાં નગરપાલિકાને શુ લેવાદેવા છે..સભામાં મુદ્દો આક્રમક રહ્યો

જ્ઞાનગંગા સ્કૂલ અને ગૌતમેશ્વર પાળાનો મુદ્દો પણ સભામાં ઉછળયો, શહેરમાં આધુનિક આંબેડકર ભવનનું નિર્માણ થશે, 

હરેશ બુધેલીયા

સિહોર નગરપાલિકાની આજે સાધારણ સભા નગરપાલિકા સભાખંડમાં મળી હતી પ્રમુખશ્રી દીપ્તિબેનની અધ્યક્ષતા અને ચીફઓફિસરશ્રી બરાડની હાજરી નગરસેવકોની ઉપસ્થિતમાં યોજાયેલ સાધારણ સભા દર વખતે જેમ વિપક્ષ આકરું રહ્યું હતું છ મુદ્દાઓ સાથે યોજાયેલ સભામાં 4 કરોડ જેટલા વિકાસના કામો સર્વાનુમતે થશેના ઠરાવ પસાર થયા છે ખાસ કરીને સભામાં ગેસ લાઈન કંપની દ્વારા શહેરના રોડ રસ્તાઓ બ્લોક વગેરે જે પ્રાથમિક જરૂરિયાત બાબતનું નુકશાન કરાયું છે જે કંપનીએ રિપેર કરી આપવાનું હોઈ છે જેને લઈ વિપક્ષના મુકેશ જાનીએ ઉગ્ર ચર્ચા કરી હતી જ્યારે મુકેશ જાનીએ સભામાં તંત્ર અને શાસકોને આડેહાથ લઈ નાના લારી ગલ્લા વાળાઓને હટાવવાનો સમય છે પરંતુ દાદાનીવાવ પાસે નગરપાલિકાની આવેલી કરોડો રૂપિયાની જગ્યામાં થઈ રહેલા દબાણ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા જેને કારણે સભામાં માહોલ ગરમાયો હતો અને વિપક્ષના કેટલાક મુદ્દાઓ પરની ચર્ચામાં શાશકના ડાયાભાઈ રાઠોડ તેમજ દીપશંગભાઈ દ્વારા સુર પુરાવ્યો હતો અને જ્ઞાનગંગા સ્કૂલનો મુદ્દો પણ સભામાં ગુંજયો હતો જેની મંજૂરી બાબતોની પણ ચર્ચાઓ થઈ હતી તેમજ શહેરમાં અતિ વિવાદિત ગૌતમેશ્વર તળાવનો મુદ્દે પણ વિપક્ષ દ્વારા અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી જ્યારે શહેરમાં નગર સેવકોની માંગણીને લઈ એક આધુનિક આંબેડકર હોલ બનાવવા માટે  માંગ સામે પચાસ લાખની એકાદ કરોડનું સંસ્કૃતિક ભવન બનશે જ્યારે અન્ય વિકાસના ચારેક કરોડના કામો થશે
Reviewed by ShankhnadNews on 20:55 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.