test
સિહોર તાલુકામાં ફરી વાદળો ગોરંભાતા તૈયાર પાકને બચાવવા ખેડૂતોની દોડધામ

ચોમાસાની ઋતુએ વિદાય લીધા બાદ કેટલીક જગ્યાએ છાંટા પડતા ખેતરમાં ઉભેલા પાકોને નુકસાન થવાની દહેશત

સલીમ બરફવાળા

છેલ્લા બે ત્રણ દિવસ દરમ્યાન સિહોર તાલુકા સાથે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલ્ટા સાથે વાદળોએ ડેરો જમાવતા ધરતીપુત્રોના જીવ પડીકે બંધાઈ જવા પામ્યા છે ત્યારે ગઈકાલે સિહોર પંથકના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદના અમીછાંટણા થતા ખેડૂતોમાં પાક બચાવવા માટે નાસભાગ મચી જવા પામી છે છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન જિલ્લામાં વાતાવરણમાં પલ્ટા સાથે વાદળછાયુ વાતાવરણ બની જતા  ખેડૂતોએ ખેતરમાં કરેલા ડાંગર,  પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.  વાદળછાયુ વાતાવરણ થઈ જતા ખેડૂતોએ હજારો હેક્ટર જમીનમાં કરેલ પાક હાલમાં લહેરાઈ રહ્યો છે ત્યારે અચાનક વાતાવરણમાં બદલાઈ જઈ કેટલીક જગ્યાઓએ વરસાદના અમીછાંટણા પડતા ખેડૂતોમાં પોતાનો પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ વર્ષભરની મહેનત એળે જવાની સાથે સાથે લાખ્ખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
જો કે આ વર્ષે વરસાદે પણ ઠેર-ઠેર અનરાધાર વરસીને જરૂરીયાત કરતા વધુ વરસાદ થયો છે હાલ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદના અમીછાંટણા થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે અને આવતા દિવસોમાં વાતાવરણ નહી બદલાય અને જો વરસાદ પડશે તો વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકો નુકસાન થશે તેવી ભીતી સેવાઈ રહી છે.
Reviewed by ShankhnadNews on 20:54 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.