test
દીપાવલિ પર્વ નજીક આવી ગયું છતાં દારૂખાનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો

ઘરખમ ભાવવધારાને કારણે ખરીદી ઘટી, જો કે છેલ્લા દિવસોમાં ઘરાકી ખુલવાની વેપારીઓને આશા

દેવરાજ બુધેલીયા

પ્રકાશના પર્વ દિપાવલીને આડે બે દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે સિહોર શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલો લાગી ચુક્યા છે બાળકોમાં અતિપ્રિય અને દિવાળીના દિવસે આતશબાજીમાં વપરાતા એવા દારૂખાનાના ભાવમાં ધરખમ ભાવવધારો નોંધાતા દારૂખાનાની ખરીદીને અસર વર્તાશે તેવુ વેપારીઓ માની રહ્યા છે. પરંતુ જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ ફટાકડાની યથાશક્તિ ખરીદી થશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. દિપકના પર્વ દિપાવલીમાં ફટાકડાની આતશબાજી સાથે પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે હાલ સિહોર શહેરમાં દિપાવલી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આવતીકાલથી છેલ્લા બે દિવસ ગ્રાહકી રહેશે તેવું વેપારીઓ ઇચ્છી રહ્યા છે ત્યારે હાલ શહેરના ક્રિકેટ ગ્રાઉન્ડના ફટાકડા બજારમાં ધીમે-ધીમે ખરીદીનો માહોલ જામી રહ્યો છે. મોટાભાગે ઘરની સાફ-સફાઈનું કામ પૂર્ણ થયા બાદ હવે બજારમાં દિવાળીની ખરીદી ધીમા પગલે શરૂઆત થઈ છે. પર્વોની શ્રેણી દરમ્યાન દિપકની સાથે સાથે આતશબાજીનું પણ અનેરું મહત્વ રહેલુ છે. દિપાવલી પર્વની લોકો આતશબાજી કરીને ઉજવણી કરતા હોય છે. ફટાકડાંના વેપારીઓ દ્વારા નીતનવાં ફટાકડાની વેરાઈટી બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવી છે. હાલ બજારમાં વિવિધ વેરાઈટીના ફટાકડાઓની સાથે સાથે વિવિધ પ્રકારના તારામંડળની વેરાઈટીની સાથે સાથે વિસલીંગ તારામંડળ, ચકરડી અને કોઠીની વેરાઈટીઓ પણ જોવા મળી રહી છે. દિપવાલી પર્વમાં બાળકો ફટકાડા ફોડી આતશબાજી કરી પર્વની ઉજવણી કરતા હોય છે. જેને લઈને નાના બાળકોમાં ખાસ કરીને તારામંડળ, કોઠી, ચક્કરડી જેવી આઈટમોનો ક્રેઝ વધુ જોવા મળે છે. સાથે સાથે યુવાવર્ગ તથા મોટેરા વિવિધ પ્રકારના બોમ્બ પસંદ કરતા હોય છે. ચાલુ વર્ષે વિવિધ પ્રકારના તારામંડળ, ચકરડી, કોઠી સહિતની ચીજવસ્તુઓની સાથે સાથે આકાશમાં જઈને ફુટતા અલગ-અલગ કલરના ૧૨ શોટ, દેરાણી-જેઠાણી, વિસલ ચકરડી, ડાન્સીંગ ચકરડી, મેજીક દોરી જેવી વિવિધ આઈટમોએ ગ્રાહકોમાં ભારે આકર્ષણ જણાવ્યું છે. સાથે સાથે પેન્સિલ, ટોપગન, ડ્રોન, પિન્ક ફલેમ, હોટવ્હીલ, સુપર સ્ટીક, ફાઉન્ટેન, ફોટો ફલેશ જેવી નવી વેરાઈટીઓ બજારમાં જોવા મળી રહી છે. પર્વ નજીક આવતા ધીમે-ધીમે ઘરાકી વધશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
Reviewed by ShankhnadNews on 20:21 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.