test

ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા સિહોરના રાજુ વાઘેલા સહિત બે ઝડપાયા

સિહોરના બાલાજી નગર વિસ્તારમાં એક વર્ષ પહેલાં ધોળા દિવસે ચોરીની ઘટના બની હતી

હરીશ પવાર
સિહોરમાં એક વર્ષ પહેલાં થયેલી ચોરીમાં સંડોવાયેલ એકતા સોસાયટીનો રાજુ વાઘેલા સહિત બે ઝડપાયા છે સિહોરના બાલાજી નગર વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાં એક વર્ષ પૂર્વે ફરિયાદી મહેન્દ્રભાઈ પરમારના ઘરે ધોળા દિવસે ચોરી કરનાર બે શખ્સો પોલીસના હાથે ઝડપાયા છે રેલવે ફાટક પાસે આવેલ બાલાજી નગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ પરમાર જેઓનો પરિવાર એક વર્ષ પહેલા સવારના સમયે પોતાનો પરિવાર ઘર બંધ કરીને મૂળ વતન ઉસરડ ગામે ગયો હતો બપોર સુધીમાં પરિવાર ઘરે આવતા તે અરસામાં ઘરના તાળા તૂટી સોનુ ચાંદી રોકડ રકમની ચોરી થવા પામી હતી આ બનાવને લઈ મહેન્દ્રભાઈ પરમારે સિહોર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી પોલીસ તપાસ બાદ સિહોર પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન બાલાજી નગર વિસ્તારમાં એક વર્ષ પૂર્વે થયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હરેશ ઉર્ફે અનિ મયુર પરમાર (રહે.હાથીયાધાર, પાલિતાણા) અને વિશાલ ઉર્ફે ભડો રાજુ વાઘેલા (રહે.સિહોર)ને ઝડપી લઇ બન્ને વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ સિહોર અને પંથકમાં થયેલી કેટલીક ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા જણાઈ રહી છે અને ઝડપાયેલ બંન્નેની પોલીસ આકરી પૂછપરછ કરી રહી છે

ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા સિહોરના રાજુ વાઘેલા સહિત બે ઝડપાયા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા સિહોરના રાજુ વાઘેલા સહિત બે ઝડપાયા Reviewed by ShankhnadNews on 23:38 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.