test
આખરે સિહોરના ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલ ઉપર તંત્રની તવાઇ

શનિવારે પોલીસની કાર્યવાહી અને આજે નગરપાલિકા તંત્રની તવાઈ સામે ટ્યુશન કલાસીસ હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ

સિહોર પોલીસે ૧૪ કલાસિસો અને નગર પાલિકા તંત્રએ ૭ ટ્યુશન કલાસીસ અને ૫ હોસ્પિટલ સંચાલકો સામે નોટિસ

સુરતનાં સરથાણા ટ્યુશન ક્લાસીસમાં ભયાનક આગની ઘટનામાં ૨૩ જેટલા બાળકોનાં મોત થયાની ઘટનાનાં પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જેનાં ભાગરૂપે સિહોરનું સ્થાનિક તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને સિહોર શહેરમાં ફાયર સેફ્ટી વીના ચાલતા ટ્યુશન ક્લાસીસો અને હોસ્પિટલો સામે તવાઈ બોલાવી છે શનિવારે સિહોર પોલીસના અધિકારી પી આર સોલંકીએ ૧૪ જેટલા સંચાલકોને નોટિસ આપી હતી આજે સિહોર નગર પાલિકાના ચીફ ઓફિસર બરાડના માર્ગદર્શન હેઠળ વિજય વ્યાસની આગેવાનીમાં અને સુનિલ ગોહેલની ટિમોએ સાત જેટલા ટ્યુશન કલાસીસો અને પાંચ જેટલી હોસ્પિટલ સામે તવાઈ અને ધોશ બોલાવી છે પોલીસ તંત્ર નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાતા મોટાભાગનાં ટ્યુશન બંધ થઇ ગયા છે અને કેટલાકે રાતો રાત સેફ્ટી સાધનો લગાવી દીધા છે સુરત શહેરમાં આગની ઘટના બાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્ય સરકારના આદેશના પગલે સિહોર શહેરમાં વિવિધ સ્થળોએ ચાલતા ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલ સામેની તવાઈ સંચાલકોની ઊંઘ હરામ કરી દીધી છે ત્યારે તંત્ર કામગીરી કરાતા મોટાભાગનાં ક્લાસીસો બંધ થઇ ગયા હતા. જ્યારે કેટલાકે રાતોરાત સેફ્ટીના સાધનો લગાવી છે બાબત પણ નોંધનીય છે

બોક્સ..

ટયુશન કલાસીસોને નોટિસ

ઓમ કલાસીસ
સિધ્ધી સ્ટડી સેન્ટર,
રાયઝીંગ સ્ટાર 
ટયુશન કલાસીસ,
જ્ઞાન જયોત ટયુશન કલાસીસ
મનહરબાપા ટયુશન કલાસીસ
ભગવતી ટયુશન કલાસીસ
ચાણકય ટયુશન કલાસીસ
એડી ટયુશન કલાસીસ
ગાંધી ગૃપ ટયુશન કલાસીસ
મુદ્રા ટયુશન કલાસીસ
યશ  ટયુશન કલાસીસ
સાંકેત ટયુશન કલાસીસ
આરંભ ટયુશન કલાસીસ
આઈ.બી કોમ્પ્યુટર કલાસ
જાનકી કોમ્પ્યુટર કલાસીસ
આઈ.ટી પોઈન્ટ કલાસ

હોસ્પિટલો ને નોટિસ..

મારૂતિ નંદન સજીઁકલ હોસ્પિટલ
નિલકંઠ જનરલ હોસ્પિટલ, 
રાધે કૃષ્ણ હોસ્પિટલ
ચીરંજીવી હોસ્પિટલ
દશઁન સજીઁકલ હોસ્પિટલ
Reviewed by ShankhnadNews on 14:08 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.