સિહોરમાં રાહત સહાયના રસોડામાં મોટા ભાગના રસોઈયા વિનામૂલ્યે કામ કરી રહ્યા છે
લોકડાઉન દરમિયાન જરૃરિયાતમંદ લોકોને પહોંચાડાતા ફુડ પેક્ટ્સ બનાવતા રસોઈયા સેવાભાવે કામ કરીને સેવાયજ્ઞામાં જોડાયા છે
બ્રિજેશ ગૌસ્વામી
કોરાના વાયરસના સામે પોતાના સ્વાસ્થ્યને દાવ પર મુકીને જંગ ખેલતા તબીબો,નર્સીંગ સ્ટાફ સહિતના અન્ય ફંન્ટ્ર લાઈન કોરાના યોધ્ધા ઉપરાંત લોકડાઉન દરમિયાન એવા કેટલાય લોકો આ સેવાયજ્ઞામાં એક યા બીજી રીતે પોતાની સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે.જેમાં ખાસ કરીને રાહત સહાયના રસોડામાં કામ કરતાં રસોઈયાઓથી માંડીને સોસાયટીના વોચમેન,સફાઈકર્મીઓ ઉપરાંત દૂધ,શાકભાજી સહિતની આવશ્યક ચીજ વસ્તુઓની સેવા પુરી પાડનાર અનેક લોકો કોરાનાના કપરા કાળમાં પોતાની સેવા બજાવી રહ્યા છે. સિહોરમાં કોરાના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે જાહેર કરેલા લોકડાઉનના આજે ૧૭મો દિવસ છે.પરંતુ કોરાના વાયરસના જંગ સામે ફંન્ટ લાઈન યોધ્ધાઓ તબીબો, નર્સિંગ સ્ટાફ, પોલીસ તંત્ર તથા વહીવટીતંત્રની અવિરત સેવા આપી રહ્યા છે.
તદુપરાંત સિહોરની મોટા ભાગની સેવાભાવી સંસ્થાઓ તથા મંડળો દ્વારા વતનથી દુર રહેતા પરપ્રાંતીયો અસંગઠિત કામદારો,રસ્તા પર રખડતા ભિક્ષુકો વગેરેને અનાજથી માંડીને તૈયાર ફુડપેક્ટસ ,માસ્ક,સેનેટાઈઝર સહિતની જરૃરી ચીજ વસ્તુઓનું વિતરણ કરીને સહાય કરી રહ્યા છે.જે પૈકીના મોટા ભાગના જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા રાહત રસોડામાં રસોઈ બનાવતા રસોઈયાઓ વિનામૂલ્યે સેવા કરી રહ્યા છે. ધાર્મિક તહેવારો તથા લગ્નની સિઝનની કમાણી લોકડાઉનના લીધે ધોવાઈ ગઈ છે.પરંતુ હાલમાં વિવિધ રાહત રસોડામાં કેટરીંગ સાથે જોડાયેલા કારીગરો વિનામૂલ્યે રસોઈ બનાવી રહ્યા છે.અમુક સોસાયટીના યુવક મંડળો જાતે જ રસોઈ બનાવીને વિતરણ કરી રહ્યા છે.

Reviewed by ShankhnadNews
on
19:42
Rating:

No comments: