test
શંખનાદ સંચાલક મિલન કુવાડિયા નિર્વિવાદીત માણસ છે હું વર્ષોથી આ યુવાનને જાણું છું - ભરતભાઈ મેર

સલીમ બરફવાળા
શંખનાદ સમાચાર સિહોર માટે ખૂબ સારું કામ કરે છે અને મિલન કુવાડિયાને વર્ષોથી હું નજીકથી જાણું છે ખૂબ ઉત્સાહી અને નિર્વિવાદીત માણસ છે ત્યારે એમના પર થયેલી પોલીસ ફરીયાદ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે તેવી રાજપરા ખોડીયાર અને જિલ્લા ભાજપના આગેવાન ભરતભાઈ મેરે જણાવી ને પોતાની લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું ૮ દિવસ અગાઉ એક સામાન્ય વોટ્સએપ મેસેજમાં શંખનાદ સમાચાર અને સંચાલક સામે રાગદેશ રાખીને સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ કરવાના આદેશ કરાયા હતા જોકે બાદમાં આ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે સમગ્ર મામલો ગાંધીનગર સુધી પોહચ્યો છે સિહોર સાથે સમગ્ર પંથકમાંથી ફરિયાદ પાછી ખેંચવા માટે લોકો માંથી એક સુર ઉઠ્યો છે તારીખ ૧૬ ના બનાવ પછી સ્થાનિક લેવલે આવેદન અને રજૂઆતો માટેનો દોર શરૂ થયો છે જ્યારે જિલ્લા ભાજપના આગેવાન અને રાજપરા ખોડિયારના ભરતભાઈ મેર દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી હતી જેઓનું કહેવું છે કે શંખનાદ ચેનલ સિહોર માટેની ખૂબ સરસ ચેનલ છે..શંખનાદ સંસ્થા એક જનતાનો અરીસો છે હંમેશા વિકાસની બાબતોમાં પોઝિટિવ રહીને સમાચારનું કામ કરી રહી છે અને મિલન કુવાડિયાને હું વર્ષોથી જાણું છે જે નિર્વિવાદીત વ્યક્તિ છે..સારા લોકો સારું કામ કેમ અને કઈ રીતે કરે છે..તે તમામ બાબતો સારી રીતે લોકોની વચ્ચે મૂકે છે..યોગ્ય સમયે યોગ્ય બાબત અને વાતો લઈને સારી વાત કરવાનું જો કોઈનું કામ હોય તે શંખનાદ સંસ્થાનું છે..કોઈના કોઈ બાબતો અને એક નાની એવી સામાન્ય બાબતમાં પોલીસ ફરિયાદ કરે અને તેમને ખુલાસાઓ કરવા પડે તે આપડા સૌ માટે દુઃખની બાબત છે તેવું ભરતભાઈ મેરે જણાવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી
Reviewed by ShankhnadNews on 16:26 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.