તળાજામાં પ્રસરી રહેલી માનવતાની મહેક માણવા નાયબ કલેકટર અને મામલતદાર પહોંચ્યા
સતત ૧૪ દિવસથી કાર્ય કરી રહેલા યુવાનોની કામગીરી બે મોઢે વખાણતું તળાજા પ્રશાશન
દર્શન જોશી
સમગ્ર વિશ્વ વ્યાપી કારોના વાયરસની પરિસ્થિતિ વચ્ચે આજે સમગ્ર ભારત દેશમાં દેશ વ્યાપી 21 દિવસ નું લોકડાઉન છે ત્યારે ગરીબોના ભોજન ખુબ અગવડતા ઉભી થઇ છે ત્યારે ઐતિહાસિક તાલધ્વજ નગરી તળાજા ખાતે તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ અને રાજભોગ હોટલના વૈભવ જોષી અને દેવાયત આહીર દ્વારા તમામ ઝુંપડપટ્ટી વિસ્તારના 1000 ગરીબ લોકોને સતત 14 દિવસ થી ભોજનનું વિતરણ કરી તળાજા શહેર દ્વારા સમગ્ર ભાવનગર જિલ્લામાં માનવતાની મિશાલનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે. સતત 21 દિવસ સુધી અન્નદાન મહાદાનના આ સેવા સંકલ્પના 14માં દિવસે ભાવનગર ડે કલેકટરશ્રી દક્ષેશભાઈ મકવાણા, મામલતદારશ્રી એન.જી કનોજિયા, લોકસાહિત્યકાર શ્રી પોપટભાઈ માલધારી, નાગરિક બેન્કના ચેરમેનશ્રી ચંદ્રેશભાઈ સરવૈયા, વેપારી આગેવાનશ્રી ભરતભાઈ ઠંઠ, તેમજ આજના મુખ્ય દાતા ત્રાપજ ગામના સરપંચશ્રી હરદેવસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહી આ સેવાભાવનાને બિરદાવી હતી. આ તકે સતત અવિરત લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી આ માનવતાનો સેવાયજ્ઞ શરુ રાખવા તેમજ જ્યાં ખાતે ત્યાં આર્થિક તમામ સહકાર આપવાની પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષશ્રી પરેશભાઈ જાનીએ ખાતરી આપી હતી.
આ ભગીરથ કાર્યને તળાજાના સેવાભાવિ આગેવાનો શ્રી પરેશભાઈ જાની, વૈભવ જોષી, આઈ.કે વાળા, હનીફભાઈ તુર્કી, શિવાભાઈ ગઢવી. એ.બી.મેર, લક્કીરાજસિંહ વાળા. જીતેન્દ્રસિંહ વાળા, ગગનભાઈ ભરવાડ, હિરેનભાઈ સોની, નેતલભાઈ શાહ, આનંદભાઈ રાજદેવ, કાળુભાઈ આહીર, ગોપાલભાઈ જોષી, અલ્પેશભાઈ રાઠોડ, પ્રદીપભાઈ શાહ સહીતના આગેવાનો આર્થિક સહયોગ સાથે જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેવાયજ્ઞએ સમગ્ર ભાવનગર જિલ્લામાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવનાર સતત 21 દિવસ સુધી ચાલનાર આ સેવાયજ્ઞએ સમાજ જીવનને એક નવી દિશા અને નવો સંદેશ આપ્યો છે. આ સેવાયજ્ઞમાં તળાજાના દરેક લોકોએ આર્થિક સહકાર આપવા સેવાભાવિ યુવાનો દવારા હાંકલ કરવામાં આવી છે.

Reviewed by ShankhnadNews
on
19:25
Rating:

No comments: