test
સિહોર બસ્ટેન્ડ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત, ૨ ગંભીર

બપોરના સમયે બસટેન્ડ પાસે બની ઘટના, ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલ ખસેડાયા, બનાવને લઈ લોકોના ટોળા એકઠા થયા

દેવરાજ બુધેલીયા
સિહોર નજીકથી પસાર થતો ભાવનગર રાજકોટ હાઇવે દિવસે દિવસે ગોઝારો બનતો જાય છે અકસ્માતની બનતી વારંવાર ઘટનાઓને કારણકે લોકોમાં ચિંતાની લકીર ફરી વળી છે કેટલાક વાહન ચાલકોની બેફિકરાઇના કારણે કેટલાક નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ છે સિહોર શહેરમાંથી પસાર થતા હાઇવે હવે અકસ્માત જોન બનવા લાગ્યો છે સિહોરના એસટી બસ્ટેન્ડ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

 આજે બપોરના સુમારે સિહોરના ભાવનગર રાજકોટ રોડ એસટી બસ્ટેન્ડ નજીક કાર અને બાઈક સામસામે અથડાતા ઘટનામાં બે વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ બનાવમાં કાર અને બાઈક ધડાકાભેર સામસામે અથડાતા લોકોના ટોળા સ્થળ પર એકઠા થયા હતા ઈજાગ્રસ્ત બન્ને લોકોને ૧૦૮ મારફત સારવાર માટે  સ્થાનિક લોકોએ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી હાઇવે પર રોજબરોજ નાના મોટા બનતા અકસ્માતની ઘટનાઓના કારણકે શહેરના લોકોની ચિંતાની લાગણી ફેલાઇ છે
Reviewed by ShankhnadNews on 19:40 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.