test
સિહોરના બુઢણા ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

પર્વની ઉજવણી લઈ તંત્ર દ્વારા મિટિંગો બેઠકોનો દોર શરૂ, ઉજવણીના ભાગરૂપે તમામ તૈયારીઓનો આખરી ઓપ

હરીશ પવાર
સિહોર સાથે તાલુકા જિલ્લા અને સમગ્ર દેશ રવિવારે પ્રજાસત્તાક પર્વે દેશભક્તિના રંગે રંગાશે ત્યારે આ પર્વને સિહોર તાલુકા કક્ષાએ બુઢણા ખાતે યોજશે છેલ્લા કેટલાક વર્ષથી પ્રજાસત્તાક દિનની અને સ્વાતંત્ર્ય દિન રાજ્યકક્ષા તેમજ જિલ્લાકક્ષા અને તાલુકા કક્ષાઓ એ ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૃપે દર વર્ષે જુદા જુદા તાલુકાના ગામોમાં અને તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સિહોર તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ તાલુકા બુઢણા ગામની ઉજવણી કરવાની પસંદગી કરવામાં આવી છે અને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી રવિવારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાગરૂપે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે ઉજવણીના ભાગરૂપે બેઠક અને મિટિંગનો દોર શરૂ થયો છે સિહોર સહિત દેશભરમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવતી હોય છે અને દેશભકિતનો માહોલ જોવા મળતો હોય છે. આગામી રવિવારે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવશે હાલ બુઢણા ખાતે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે સમગ્ર કાર્યક્રમને બેઠકો અને મિટિંગોનો દૂર ચાલી રહ્યો છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિહોરના નાયબ કલેકટર રાજેશ ચૌહાણ મામલતદાર નિનામાની  આગેવાની અને બન્ને અધિકારીઓની નજર હેઠળ તૈયારીઓ થઈ રહી છે
Reviewed by ShankhnadNews on 20:04 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.