test
સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિએ સંગીત સંધ્યામાં સિહોરનો બંધન પાર્ટી પ્લોટ શોર્ય ગીતોના સુરોથી મહેકી ઉઠ્યો

ગઈરાત્રીના બંધનમાં યોજાયેલ કાર્યક્રમમાં કલાકાર "દિલુદાન"ની આઝાદી અને બલિદાન પરની એક એક વાતો અને શોર્ય ગીતોના સુરોએ ઉપસ્થિત સૌ કોઈને વાહ વાહ બોલવા મજબુર કર્યા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે સુભાષચંદ્ર બોઝની ૧૨૩ જન્મ જયંતિએ યોજાયેલ સંગીત સંધ્યામાં કલાકાર દીલુદાન ગઠવીએ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોઈને શહેરના સ્થાનિક લોકો રાજકારણીઓને ઝાટકી નાખી ને જણાવ્યું હતું કે ૨૫૦ ગ્રામ ખીચડી ખાઈને સુઈ જનારા શુ આઝાદીના બલિદાનને સમજી શકે ૬૦ હજારની વસ્તી માંથી ૬૦૦ લોકોને દેશદાઝ ન હોઈ તે દિવસો હવે દૂર નથી કે પારકા તમારા ઘર સુધી પોહચે તેવું જણાવ્યું ત્યારે ઉપસ્થિત સૌ કોઈએ વાતને વધાવી ખાસ કરી સ્થાનિક રાજકીય લોકોને ટોણો માર્યો છે.

સિહોરના યુવા યુગ પરિવર્તન, યુવા પરશુરામ ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળના સંયુક્ત ઉપક્રમે સુભાષચંદ્ર બોઝની ૧૨૩ મી જન્મ જયંતિ નિમિતે બંધન પાર્ટી પ્લોટ ખાતે સુભાષચંદ્ર બોઝની જીવન ચરિત્ર ગાથા તેમજ દેશભક્તિ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં કલાકાર દિલુદાન ગઠવી, સાગરદાન ગઢવી તથા ફીરોઝભાઈ ડેરૈયાએ દેશભક્તિ શોર્ય ગીતોની રમઝટ બોલાવી હતી સુભાષચંદ્ર બોઝની જીવન ગાથા પરની એક એક વાત પર બંધન પાર્ટી પ્લોટ દેશભક્તિના સુરોથી રંગાઈ ગયું હતુ.

યુવા યુગ પરિવર્તન, યુવા પરશુરામ ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમનું આયોજકો દ્વારા સુંદર અને જબરદસ્ત રીતે આયોજન કરાયું હતું જોકે કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી કલાકાર દિલુદાન ગઠવીએ આઝાદી અને શહાદત પર વાતોએ શ્રોતાઓને જોમ પૂર્યું હતું અને દેશભક્તિ ગીતોના સુરોથી બંધન પાર્ટી પ્લોટ મહેકી ઉઠ્યો હતો
Reviewed by ShankhnadNews on 20:46 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.