સમી સાંજે સિહોરમાં ચાઈનીઝ દોરા, તુક્કલ વેચતા અને દોરીના ચરખા ચલાવતા વેપારીઓને ત્યાં તંત્રનો મોટો કાફલો ત્રાટક્યો
મામલતદાર નિનામાં અને પોલીસ તંત્ર ફોરેસ્ટ વિભાગ નગરપાલિકા તંત્રનો સમી સાંજે બજારમાં કાફલો નીકળતા ફફડાટ વ્યાપ્યો, રિલોના ચરખા ચલાવતા વેપારીઓને તંત્રના ત્યાં દરોડા, વેપારીઓમાં ફફડાટ
હરેશ પવાર
ઉત્તરાયણ પર્વની હવે ગણતરીના કલાકો બાકી છે સમી સાંજે બજારોમાં પતંગ દોરી સહિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે રોનક છે એ દરમિયાન અચાનક સિહોર મામલતદાર નિનામા સહિત મોટો કાફલો પતંગ બજારમાં ત્રાડકીને સઘન ચેકીંગ હાથ ધર્યું હતું સિહોર સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ નિમિત્તે ચાઈનીઝ દોરી, તુક્કલ વગેરે જોખમી હોય તેના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે છતાં નફાની અને કમાવાની લ્હાયમાં કેટલાક વેપારીઓ તેનું વેચાણ કરતા રહે છે ઉત્તરાયણ પર્વની ગણતરીની કલાકો બાકી છે ત્યારે આજે સમી સાંજે સિહોરનું તંત્ર મેદાનમાં આવ્યું હતું મામલતદાર નિનામાં સહિત ફોરેસ્ટ વિભાગ પોલીસ અને નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ઠેરઠેર ચેકીંગ હાથ ધર્યું છે.
જેને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો પતંગ દોરીની દુકાનમાં ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી, સિન્થેટિક માંજો અને નાયલોનની દોરીનું ચેકિંગ હાથ ધર્યું હતુ હાઇવે અને મેઈન બજારની દુકાનોમાં રિલના ચરખાઓ પર રૂબરૂ જઈ ચેકિંગ કર્યું હતુ. ચાઈનીઝ તુક્કલ, નાયલોન દોરી વગેરે મળ્યા ન હતા ભારતીય ફોજદારી ધારાનો અમલ કરવાની સૂચનાના પગલે પતંગની દુકાનોમાં જઈ ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી, માંજો પ્લાસ્ટીક દોરી, નાયલોન દોરી, સિન્થેટિક માંજો, નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરીનું વેચાણ અને ઉપયોગ રોકવા તંત્ર દ્વારા અગાઉ પણ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આજે ઉત્તરાયણ પર્વેના છેલ્લા કલાકોમાં તંત્રનો કાફલો મેદાને પડતા કેટલાક રિલોના ચરખાઓ બંધ જોવા મળ્યા અને વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Reviewed by ShankhnadNews
on
20:52
Rating:

No comments: