test

મીની વેકેશન બાદ આજથી સિહોરની સરકારી કચેરીઓ ધમધમી ઉઠી

બ્રિજેશ ગૌસ્વામી

સરકારી કચેરીઓમાં નાના-મોટા તહેવારની જાહેર રજા આવતી હોય છે તેથી કર્મચારીઓને જલ્સા પડી જતા હોય છે અને ઘણીવાર સળંગ રજા આવતા સરકારી કચેરીઓમાં મીની વેકેશન પડી જતુ હોય છે, આવુ જ ચિત્ર દિવાળી પર્વમાં જોવા મળ્યુ હતું. દિવાળી પર્વમાં સરકારી કચેરીઓમાં સળંગ છ દિવસનુ મીની વેકેશન પડી ગયુ હતુ તેથી કર્મચારીઓ ગેલમાં આવી ગયા હતાં. સરકારી કચેરીની સાથે બેંક પણ કેટલાક દિવસ બંધ રહી હતી. રજાના કારણે અરજદારોના કામ અટકી ગયા હતા પરંતુ આજે શુક્રવારથી સરકારી કચેરીઓ ધમધમતી થવા લાગી છે તેથી હવે અરજદારો કામો થવા લાગ્યા છે સિહોર સહિત રાજ્યભરમાં ગત તા. 26 થી 31 ઓકટોબર દરમિયાન નગરપાલિકા મામલતદાર કચેરી સહિત મહાપાલિકા, જિલ્લા પંચાયત, જિલ્લા કલેકટર સહિતની સરકારી કચેરીઓ જાહેર રજાના કારણે બંધ રહી હતી. જેમાં 26મીએ ચોથો શનિવાર, 27મીએ રવિવારને દિવાળી પર્વ હતુ, 28મીએ સોમવારને બેસતુ વર્ષ હતુ અને 29મીએ મંગળવારને ભાઈબીજની જાહેર રજા હતી તેથી તમામ સરકારી કચેરીઓ બંધ રહી હતી. તા. 30 ઓકટોબરને બુધવારે સરકારી કચેરીઓ એક દિવસ શરૂ હતી. પરંતુ રાજ્ય સરકારે આગામી બીજો શનિવાર ભરવાની શરતે રજા જાહેર કરી દીધી હતી અને આજે તા. 31 ઓકટોબરને ગુરૂવારે સરદાર પટેલ જયંતીની જાહેર રજા હતી. એક દિવસ સરકારી કચેરી શરૂ રહેવાની હતી પરંતુ કર્મચારીઓ સળંગ રજા માણી શકે તે માટે સરકારે જ બુધવારની રજા જાહેર કરી દીધી હતી તેથી કર્મચારીઓએ સળંગ છ દિવસની રજા મજા પરિવાર સાથે માણી હતી. ત્યારે આજથી મીની વેકેશન પૂર્ણ થયું છે તેથી શુક્રવાર સવારથી તમામ સરકારી કચેરીઓ  ધમધમતી થઈ છે
Reviewed by ShankhnadNews on 21:53 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.