test
સિહોરના ગ્રામ્ય વિસ્તારની અનિયમીત બસોથી મુસાફરો અને વિદ્યાર્થીઓ હેરાનગતિનો ગણગણાટ

નિયમીત બસો નહીં દોડતાં ના છૂટકે મુસાફરો અને અભ્યાસ કરતા વિધાર્થીઓને ખાનગી વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરવી પડતી હોવાની વ્યાપક ચર્ચાઓ

 દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની આસપાસ આવેલાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અને નોકરી અર્થે આવતાં ગ્રામજનોને અવર જવર માટે બસનો સહારો લેવો પડે છે ત્યારે તંત્ર દ્વારા નિયત સમયે બસો  દોડાવવામાં આવે છે પરંતુ તેમાં કેટલીક અનિયમીતતા હોવાના કારણે મુસાફરોને પણ હેરાન પરેશાન થવું પડે છે ભાવનગર તરફથી આવતી સિહોરથી ગ્રામ્ય અને વિવિધ તાલુકા મથકે જતી એસટી બસો અનિયમિત દોડતી હોવાની બુમરાણ જાગી અને ચર્ચાઓ જાગી છે જેના કારણે મુસાફરી કરતા મુસાફરો અને અભ્યાસ કરતા વિધાર્થીઓને હેરાનગતી થતી હોવાનો ગણગણાટ જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારોની બસો અનિયમીત હોવાના કારણે સમયસર બસની સુવિધા પ્રાપ્ત થઇ શકતી નથી તેવો ગણગણાટ એક ચોક્કસ વર્ગમાં ઉઠ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં વિદ્યાર્થીઓ અને નોકરી અર્થે આવતાં મુસાફરોને નિયત સ્થળે પહોંચવા માટે એસટી તંત્ર દ્વારા બસની સુવિધા પુરી પાડવામાં આવે છે. પરંતુ કેટલીક બસની અસુવિધા થી ના છૂટકે ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે. તંત્ર દ્વાર ગ્રામ્ય વિસ્તારના રૂટ ઉપર નિયમિત બસોનું સંચાલન કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. 
Reviewed by ShankhnadNews on 19:59 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.