test
સિહોર નગરપાલિકાનું અદ્યતન નવું બિલ્ડીંગ ટૂંક સમયમાં કાર્યરત, અટલ ભવન નામ અપાયું

મોટા ભાગનું કામ પૂર્ણતાના આરે, એકાદ મહિનામાં મીની સચિવાલય જેવું વિશાલ બિલ્ડીંગ લોકોનું સુવિધા માટે ખુલ્લું મુકાશે

તમામ વિભાગો એક જ સ્થળે કાર્યરત, સુવિધા કેન્દ્ર, ટોલ ફ્રી નં સહિતની અનેક સુવિધા સાથે બિલ્ડીંગનું લોકાર્પણ ટૂંક સમયમાં


હરેશ પવાર
સિહોર નગર પાલિકાનું નવું બિલ્ડીંગ એકદમ હાઇવે અને બસ સ્ટેન્ડ નજીક કાર્યરત થવા જઈ રહ્યું છે જેનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે થવાના આરે છે બિલ્ડીંગનું નામ અટલ ભવન નામ આપવામાં આવ્યું છે સિહોર નગરપાલિકાના પ્રમુખ દીપતિબેન ત્રિવેદીના કાર્યકાળ દરમિયાન થોડા સમય પહેલા નગરપાલિકાના નવા બિલ્ડીંગ માટે જનરલ સભામાં નિર્ણય લેવાયા બાદ કરોડોના ખર્ચે અદ્યતન બિલ્ડીંગના નિર્માણ માટે નિર્ણય કરવામા આવ્યો હતો જોકે બિલ્ડીંગની જગ્યા માટે અનેક વખતો વાદ-વિવાદ અને કોર્ટ સુધીની કાર્યવાહી બાદ આખરે નગરપાલિકાની જીત થઈ હતી અને કરોડોનો ખર્ચે બિલ્ડીંગના નિર્માણ માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી શરૂ હતી અદ્યતન બિલ્ડીંગ મીની સચિવાલય જેવું જ અને જેમાં નગરપાલિકાના તંત્ર વિભાગના તમામ વિભાગો બેઠકો ઓફિસો અલગ આપવામાં આવી છે પ્રમુખ સહિત વિપક્ષ અને ચેરમેનોની ચેમ્બરો અલગથી અપાઈ છે બિલ્ડીંગ બહારના ભાગે ગ્રાઉન્ડમાં લોકો માટે વિશાળ અને અદ્યતન બગીચાની સુવિધા ટોયલેટ વેઇટિંગ ઓફિસ સોલાર ઠંડા પાણીની સુવિધા સમગ્ર બિલ્ડીંગમાં સીસીટીવી ટીવી કેમેરાથી સજ્જ સાથે લોકો માટે એક ટોલ ફ્રી નંબર પણ ખુલ્લો મુકવામાં આવશે બિલ્ડીંગ બહાર આકર્ષક મેઈન ગેટ ઉભો કરાશે સાથે ગ્રાઉન્ડમાં ગાંધીજી સાથે અટલ બિહારી બાજપાઈજી સ્ટેચ્યુ ઉભું કરાશે અને મીની સચિવાલય જેવી વિશેષ અને અદ્યતન બિલ્ડીંગનું નામ અટલ ભવન આપવામાં આવ્યું છે હવે બિલ્ડીંગનું મોટા ભાગનું કામ પૂર્ણતાના આરે છે હવે ટૂંક સમયમાં બિલ્ડીંગ લોકો માટે ખુલ્લું મુકાશે.
Reviewed by ShankhnadNews on 19:28 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.