સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ માં સરવણી ફૂટી-સિહોરીજનોમાં આનંદો, ઘણા વર્ષો બાદ બ્રહ્મકુંડ છલકાયો
દેવરાજ બુધેલીયા
સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ સાથે અનેક વાર્તાઓ સંકળાયેલ છે. મહારાજ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કુંડ બાંધવામાં આવેલ. દરવર્ષે ભાદરવી અમાસે લાખો શ્રદ્ધાળુઓ કુંડ માં સ્નાન કરવા આવતા હત. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કુંડમાં પાણી ભરાવાનું જ બંધ થઈ ગયું હતું. સાવ કોરો ધાખડ કુંડ થઈ ગયો હતો. પરંતુ આ વર્ષે સારા વરસાદ ને લઈને છેલ્લા ઘણા દિવસોથી બ્રહ્મકુંડ માં પાણીની સરવણી ફૂટી છે. રોજ થોડું થોડું પાણી કુંડમાં ચડી રહ્યું છે. ત્યારે સિહોરીજનોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે. આસપાસના ગામોમાં બ્રહ્મકુંડ માં પાણી આવતાના સમાચાર વાયુ વેગે ફેલાઈ જતા લોકો મોટી સંખ્યામાં કુંડના પાણીના દર્શન કરવા માટે થઈને ઉમટી પડ્યા છે. અહીં દર અમાસે અનિલભાઈ તેમજ અશોકભાઈ મુનિ અને અન્ય સેવકો દ્વારા દીપમાળા પ્રગટાવી ને કુંડ ને ઝગમગાવી દેવામાં આવે છે. જેના દર્શન કરવા એ એક લહાવો છે.

Reviewed by ShankhnadNews
on
20:47
Rating:

No comments: