test
સિહોર ખાતે ચાલતા જાદુગર હકુભાના શો હાઉસફુલ, એક એક ખેલ પર ઉપસ્થિત સૌ કોઈ વાહ વાહ બોલી ઉઠે

ઉપસ્થિત સૌ કોઈ અચરજમાં મુકાઈ તેવી એક એક ઇવેન્ટ, સ્ટેજ પરથી એક માણસના બે ટુકડા સાથે બાઇકને ક્ષણના હજારના ભાગમાં ગુમ કરવું સહિત અસંખ્ય જાદુના પ્રયોગો

સલીમ બરફવાળા
અત્યાધુનિકયુગમાં એન્ટરટેનમેન્ટના માધ્યમો કમ્પલીટ ચેન્જ થઈ ગયા છે! આજના સમયે જાદુઈકલા બરકરાર રાખવા મશહુર જાદુગર હકુભા નિત્ય નિરંતર જાદુગરના અફલાતૂન માથે હેટ – કે – પાઘડી, ચામડાના બૂટ  અને કોટમાં સજ્જ થઈને પોઝિટિવ એનર્જીવાળા કર્ણપ્રિય-કંઠમા સિહોર ખાતે દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે અને સ્ટેજ પર ગજ્જબના જાદુના ખેલ ખેલે છે સ્ટેજ પર ચાલુ પંખે આરપાર માણસ નીકળી જવું, એક માણસના બે કટકા કરી બતાવવા, માણસનું માથું કાપીને બોક્સમાં બતાવવું, પેટી (બોક્સ)માં વ્યક્તિને કોથળામાં પૂરી તાળું મારી, અને પછી પેટી ફરી ખોલવામાં આવે તો આખેઆખી વ્યક્તિ બદલાઈ જાય તેની જગ્યાએ બીજી જ વ્યક્તિ નીકળે આવા તો અસંખ્ય પ્રયોગો જાદુગર હકુભા સ્ટેજ પરથી કરે છે હકુભા અને ટિમ દરેક શોમાં અલગ અલગ જાદુઈ પ્રયોગોના કાર્યક્રમો આપે છે જાદુનો શો પારિવારિક છે શોમાં ખાસ હાસ્ય કલાકારોને પણ સ્થાન આપવામાં આવે છે પ્રેક્ષકોની રમૂજ પણ કરી શકે આ પ્રયોગો દરમિયાન, વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા અનુરોધ પણ કરે છે સાથે જુનિયર હકુભા પણ સ્ટેજ સંભાળે છે અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે અને આ પ્રયોગો પ્રેક્ષકોને ખૂબ પસંદ પડે છે અને શો પણ હાઉસફુલ જઇ રહ્યા છે.
Reviewed by ShankhnadNews on 20:05 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.