test
આવતીકાલે રવિવારે સિહોરમાં પટેલ સમાજ દ્વારા યોજાશે ભવ્ય ૨૫ મો સમુહલગ્ન સમારોહ

તમામ તૈયારીઓનો આખરી ઓપ, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પરષોત્તમ રૂપાલા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મનસુખ માંડવિયા, સહિત નેતાઓનો હાજરી આપશે, અગ્રણી આગેવાનો નેતાઓનો સિહોરમાં મેળાવડો જામશે

બ્રિજેશ ગૌસ્વામી
આવતીકાલે રવિવારે સિહોર ખાતે પટેલ સમાજ આયોજિત સમૂહલગ્ન સમારોહમાં નેતાઓનો મેળાવડો જામશે આ સમારોહની તમામ તૈયારીઓનો આખરી ઓપ દેવાઈ ગયો છે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવાઈ છે સિહોર તાલુકા પટેલ સમાજ ટ્રસ્ટ છેલ્લા ૧૯૯૫ થી સમુહલગ્નની સામાજિક પ્રવૃતિ કરી અને આજ સુધીમાં ૮૦૦ નવ યુગલોને લગ્નગ્રંથિ થી જોડી કુરીવાજો, ખોટા ખર્ચ અને સમયશકિતને બચાવવાના આ સામાજિક ક્રાંતિના મંડાણ સાથે કન્યા કેળવણી, વિદ્યાથ}આેને પ્રાેત્સાહિત કરવા ઇનામ વિતરણ જેવા કાર્યોથી રાષ્ટ્રનિમાર્ણમાં પ્રવૃતિશીલ રહી છે.દર વર્ષની પરંપરા મુજબ સિહોર મુકામે સિલ્વર જ્યુબીલી ૨૫ મો સમુહલગ્ન સમારોહ આવતીકાલે રવિવારે સવારે 9 કલાકે રેલવે ક્રાેસિંગ, ભાવનગર – રાજકોટ રોડ સરદારનગરી સિહોર ખાતે ૩૮ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. આ સમુહ લગ્નમાં સણોસરા ગામના વતની અને ગુરૂ આશ્રમ બગદાણાના મુક સેવક દાતા અને ટ્રસ્ટી સ્વ.બાલાભાઇ માંગુકીયા (સણોસરાવાળા) આ સંસ્થાના પ્રેરણાંસ્ત્રોત રહ્યા છે. બાલાદાદા પરિવાર દ્વારા આ સિલ્વર જ્યુબીલી મહોત્સવમાં એમના પુત્રરત્નો બટુકભાઇ માંગુકીયા અને મુકેશભાઇ માંગુકીયા (રામ ગ્રુપ આેફ ઇન્ડસ્ટ્રીઝ)ના આિથર્ક સહયોગથી યોજાનાર છે.આ સમારોહમાં અધ્યક્ષસ્થાને દાતા પરિવાર સાથે ઉદઘાટન સ્થાને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, વિપક્ષ નેતા પરેશ ધાનાણીને  ખાસ આમંત્રિત કરાયા છે સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને કિરણ જેમ્સના માલિક વી.એસ.લખાણી ઉપિસ્થત રહેશે. તેમજ અનેક રાજસ્વી મહાનુભાવો, સામાજિક આગેવાનો જ્ઞાતિરત્નો, ઉદ્યાેગપતિઆે તેમજ સંતો મહંતોના આશિર્વાદ સાથે વિશાળ જનમેદનીમાં આ સમારોહ યોજાનાર છે.આ સમુહલગ્નને સફળ બનાવવા સિહોર તાલુકાના દરેક ગામના યુવક મંડળો ઉત્સાહભેર કાર્ય કરી રહ્યાં છે. દરેક ગામમાં એક અનેરો થનગનાટ જોવા મળેલ છે તેમજ સમુહલગ્ન આયોજન કમિટીના સતત પ્રયત્ન સાથે આ કાર્યક્રમ સફળ બનાવવા જઇ રહ્યાં છે તમામ વ્યવસ્થાઓનો આખરી ઓપ અપાયો છે અને આવતીકાલે સિહોરમાં નેતાઓનો મેળાવડો જામશે તે નક્કી છે
Reviewed by ShankhnadNews on 20:52 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.