test
૬૬૦ કિલો પોશ ડોડા સાથે ૨ ગિરફ્તાર,  વેળાવદર ભાલ પોલીસની સુપર્બ કામગીરી

મધ્યપ્રદેશથી કેરેટની આડમાં લાવીને ભાવનગરમાં નાર્કોટીક્સ પદાર્થને ગેરકાયદેસર ઘુસાડે તે પહેલાં જ ભાલ પોલીસે કર્યો પર્દાફાશ

દેવરાજ બુધેલીયા
ભાવનગર રેન્જ વડા અશોક કુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા ભાવનગર નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર સાહેબે નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ તેમજ વહન કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જે સૂચના અનુસંધાને વેળાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા સ્ટાફ અધેળાઈ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમા હતા તે દરમિયાન એક બોલેરો પીક અપ વાહન રજી.નં MP 14 GB 0886 નિકળતા તેને રોકી વાહન મા બેસેલ બંન્ને ઈસમોના નામ ઠામ પૂછતાં (૧) બલરામ પ્રભુરામ પાટીદાર (૨) વિશાલ બહેરુલાલ પાટીદાર રહે બંન્ને રાઉટી ગામ જી મંદસૌર મધ્ય પ્રેદેશના હોવાનું જણાવતા હોય વાહનમાં શુ ભરેલ છે તે બાબતે પૂછતાં ગલ્લા તલ્લા કરતા તે વાહનને ચેક કરતા પાછળ પ્લાસ્ટિકની કેરેટની આડમા છુપાવેલ પ્લાસ્ટિકની મોટી થેલીઓમાં રહેલ પોશડોડા જેવી ચીજ વસ્તુ જણાતા તુરત જ સર્કલ પો.ઇન્સ એમ.એ.રાઠોડ સાહેબ ને જાણ કરી જડતી તપાસ કરતા પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવેલ જેમાં પોશડોડા વજન કિલો ૬૬૬ જેની કી.રૂ ૨,૬૬,૩૬૦/- તથા બોલેરો પીક અપ કી.રૂ ૨,૦૦,૦૦૦/- તથા પ્લાસ્ટિક ના કેરેટ નંગ ૩૭ કી રૂ ૩૭૦૦/- તથા બે મોબાઈલ કી.રૂ ૨૫૦૦/- મળી કુલ મુદ્દામાલ કી રૂ ૪,૭૨,૫૬૦/- સાથે બંન્ને ઇસમોને એન.ડી.પી.એસ એકટ ની કલમ ૧૫,૧૫ સી, ૨૯, મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં ભાવનગર ગ્રામ્ય સર્કલ પો ઇન્સ એમ.એ.રાઠોડ સાહેબ તથા સી.પી.આઈ કચેરીના પોલીસ સ્ટાફ તથા વેળાવદર પો.સ્ટેના પો.સબ.ઇન્સ આર.એચ.બાર સાહેબ તથા વેળાવદર પો.સ્ટેના પોલીસ સ્ટાફ તથા એફ.એસ.એલ. ભાવનગર ના અધિકારી આર.સી. પંડ્યા સાહેબે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.
Reviewed by ShankhnadNews on 20:24 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.