test
સિહોરમાં સફાઇના નામે મીંડુ : ઠેર ઠેર કચરાના ઢગલા : તંત્રની ઉદાસિનતા

સફાઈ ઝુંબેશને ગ્રહણ, અનેક સ્થળોએ કચરાના ઢગલા

યાસીન ગુંડીગરા
સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. ત્યારે સિહોરમાં જયાં ત્યાં કચરાના ઢગલા જોવા મળતા નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા નહિ થતી હોવાની છાપ ઉભી થઇ છે. તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ જોવા મળે છે. સિહોરમાં રાત-દિવસ સતત હજારો વાહનોની અવર-જવર રહ્યા કરે છે. આ રોડ પરથી અનેક ધાર્મિક સ્થળોએ જવાનો માર્ગ છે ટાણા રોડની દશા ખરાબ દેખાઈ રહી છે અનેક જગ્યાએ પ્લાસ્ટિકના કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સિહોર નગરપાલિકા દાવા સફાઇના દાવા તો કરે છે. પરંતુ નકકર વાસ્તવિકતા તો કંઇક અલગ જ છે.નગરજનો અને આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકોમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે જો મુખ્ય રસ્તાઓ પર આટલો કચરો હોય, તો શહેરના અંદરના ભાગમાં કેવી ગંદકી અને કચરો હશે ? પરંતુ દાવા અને નકકર વાસ્તવિકતા વચ્ચે સિહોરમાં આભ અને જમીન જેટલું અંતર હોય એવું નગરજનોમાં ચર્ચાઇ રહ્યું છે.સિહોરમાંથી પસાર થતાં વાહનચાલકો સિહોરની સ્વચ્છતા બાબતે શું વિચારતા હશે એ પણ તંત્ર નહીં વિચારતું હોય !  બીજી તરફ ગત નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી સાથે પાલિકામાં સત્તાના સુકાન સાંભળ્યા એટલે તરતજ  પ્રમુખ પદે દીપ્તિબેન ત્રિવેદીએ ચાર્જ સંભાળી સત્તાનું સુકાન હાથમાં લીઘું ત્યારે દરેક વોર્ડ વાઇઝ સાફસફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સફાઈ ઝુંબેશ ને હવે ગ્રહણ લાગી ગયું છે અને આ ગ્રહણ ને હિસાબે સફાઈ સદંતર બંધ થઈ ગઈ છે તેવું દેખાઈ રહ્યું છે જયાં જુઓ ત્યાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે સિહોર નગરપાલિકા સિહોરની સ્વચ્છતા બાબતે કોઇ ઠોસ કદમ ઊઠાવે તે અત્યંત જરૂરી છે.
Reviewed by ShankhnadNews on 21:38 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.