test
સિહોર ના ઘાંઘળી રોડ ઉપર ઊંચાઈ ભરેલો ટ્રક ૧૧ કિવી ની લાઈનના કેબલ સાથે અથડાતા વિજપોલ કડાકા સાથે ઢળી પડ્યો 

પીજીવીસીએલ અધિકારી વાલેરા તાબડતોબ ઘટના સ્થળે પોહચ્યા-સદભાગ્યે જાનહાની ટળી 

નીરવ કુવાડિયા
સિહોરના ઘાઘળી રોડ ઉપર આજે સવારે ગાંધીધામ થી ૪ નંબર જીઆઇડીસી તરફ જતો મોટો ટ્રક પસાર થઈ રહ્યો હતો તે વેળાએ ટ્રક ની વધુ પડતી ઊંચાઈ ના લીધે પીજીવીસીએલ ના કેબલ સાથે અટવાય જતા ૧૧ કિવી નો વિજપોલ કડાકા ભડાકા સાથે ઢળી પડ્યો હતો. આ ઘટના ની જાણ થતાં પીજીવીસીએલ ના અધિકારી વાલેરા તાબડતોબ આવી પહોંચ્યા હતા. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ના હતી. પીજીવીસીએલ ના અધિકારી દ્વારા નવો વિજપોલ તાત્કાલિક ધોરણે ઉભો કરીને વીજ પાવર કાર્યરત કરી આપ્યો હતો.
Reviewed by ShankhnadNews on 19:35 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.