સિહોરમાં ધોળીયાકુવાથી લીલાપીરના ખખડધજ માર્ગ પ્રત્યે પરસ્પર ખો આપતુ તંત્ર
હરેશ પવાર
સિહોરમાં ધોળીયા કુવાથી સુરકાના દરવાજા થઈ લીલાપીરનો રોડ લાંબા સમયથી સાવ ખખડધજ હાલતમાં થઈ ગયેલ છે. અહિ રોડનું નામોનિશાન રહ્યુ નથી તેમ છતાં નગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં નહિ આવતા આ વિસ્તારમાં રહેતા નાગરિકોમાં તંત્રવાહકો પ્રત્યે સખ્ત નારાજગી જન્મી છે. સિહોરના સતત ધમધમતા ઉપરોકત આ રોડ ઉપરથી ટાણા, વરલ, બેકડી, સરકડીયા, સાગવાડી, સર, કાજાવદર,જાંબાળા, બોરડી,દેવગાણા અને અગિયાળી વ. 20 થી 25 ગામોમાં જવા આવવા માટે પસાર થવુ પડે છે. જેથી વાહનવ્યવહાર પણ ૨૪ કલાક આ રોડ પરથી સતત ધમધમતો રહે છે. આ રોડ ઉપર આર.સી.સી. કે ડામરનું નામોનિશાન રહ્યુ નથી. આખા ઉભા રોડમાં મસમોટા પાંચથી છ ફુટના ખાડાઓ પડી જવા પામ્યા છે. ધોળીયા કુવાથી સુરકાના દરવાજા થઈ લીલાપીરથી બજરંગદાસબાપાની મઢુલી સુધીનો રોડ સાવ ખખડધજ થઈ જવા પામ્યો છે. આ રોડ ધોરી માર્ગ હોવાથી પાલિકાનું અંધેર તંત્ર ધ્યાન દેતુ નથી કે નથીઆર.એમ.બી.ધ્યાન દેતુ. બંને તંત્ર દ્વારા પરસ્પર ખો ખો દેવાના કારણે લીલાપીર વિસ્તારના નાગરિકોમાં રોષની લાગણી ઉત્પન્ન થવા પામી છે. જયારે બીજી બાજુ આ રોડ પરથી અનેક ગામોને જવા આવવા માટે ફરજીયાત આ જ રોડ પરથી તેમના વાહનો લઈને પસાર થવુ પડે છે અને ઘણી વાર આ રોડ ખખડધજ હોવાના કારણે તેઓને પોતાના વાહન પરથી કાબુ ગુમાવવુ પડે છે. અવારનવાર આ માર્ગ પર અકસ્માતો સર્જાય છે. એટલી હદે આ આ રોડની અવદશા થઈ ગઈ છે. ઘણી વખત તો વાહનોની બ્રેક પણ ફેઈલ થઈ જાય છે. તેમજ સાગવાડી, કાજાવદર, જાંબાળા, દેવગાણા, અગિયાળી, બોરડી, ટાણા, સરકડિયા, બેકડી અને વરલ જેવા અનેક ગામોમાંથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સવાનને પણ દર્દીઓેને કે પ્રસુતાબહેનોને આ બિસ્માર રોડ પરથી થઈ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલ બની જાય છે. એટલી હદે આ રોડની અવદશા થઈ ગઈ હોવા છતા આર.એન્ડ બી.નું અંધેર તંત્રને તેમજ પાલિકાતંત્રને પોતાની નરી આંખે આ રોડની મરામત કરાવવાનું દેખાતુ ન હોવાથી વાહનચાલકોમાં તેમજ સ્થાનિક રહિશોમાં પ્રબળ રોષની લાગણી જન્મી છે.

Reviewed by ShankhnadNews
on
19:55
Rating:

No comments: