test
દિપોત્સવના પર્વે સિહોરવાસીઓએ દીવડા પ્રગટાવી અંધારી અમાસે ઉજાસ પાથર્યુ

દિવાળીનું મહા૫ર્વ સમગ્ર પંથકમાં શ્રધ્ધા-ઉમંગભેર ઉજવાયું, ઔદ્યોગિક એકમો,વેપારી-પેઢીઓ અને નિવાસ સ્થાને વિધીવત ચોપડા પૂજન થયું નગરપાલિકા ખાતે નવા વર્ષના દિવસે સ્નેહમિલન યોજાયું

દેવરાજ બુધેલીયા
પ્રકાશ પર્વ દિવાળીનો તહેવાર,આંતરીક પ્રકાશનો તહેવાર જેણે જાણવા થી અંધકારે પ્રકાશમય બને છે.આતંરિક ઉલ્લાસ અને શાંતી પ્રવર્તે છે.એવા મહીમાવતાં પર્વ દિવાળી


ની સમગ્ર જિલ્લામાં શ્રધ્ધા-ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.મહાપર્વ દિને વેપારીઓ દ્વારા પેઢી ઉપર ચોપડા પૂજન હાથ ધરાયું હતુ. જયારે પંથકના મંદિરોમાં દર્શનાર્થીઓ મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા બીજી તરફ શહેરના અનેક ઘરો રંગોળીથી રંગાયા હતા વિક્રમ સંવત ૨૦૭૫ ની વિદાય એટલે કે આસો વદ અમાસે ઉજાસનુ પર્વ દિપાવલી એટલે કે દિવાળીની આનંદ ઉમંગભેર ઉજવણી સિહોરવાસીઓ દ્વારા કરાઈ હતી. શહેરના તમામ મંદિરો પણ દિવાળી પર્વે ભક્તોથી ઉભરાયા હતા.જયારે બજારોમાં છેલ્લી ઘડી ની ખરીદીને લઈ ભારે ભીડ જોવા મળી હતી.દિવાળીના આ પર્વે ઔદ્યોગિક એકમો,વેપારી પેઢીઓ,ઓફિસ કાર્યાલયે તેમજ ગૃહસ્થો દ્વારા પોતાના નિવાસ સ્થાને શુભ ચોઘડીયે મા શારદાનું તેમજ ઓપડાઓનું પૂજન હાથ ધરાયું હતું. રંગબેરંગી રોશની વડે ઉજાસ પાથરી,ફટાકડા ફોડી આ મહાપર્વની પરંપરાગત રીતે ઉજવણી હાથ ધરી હતી. નૂતન વર્ષ ૨૦૭૬ નો શુભારંભ થતા એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી નવા વર્ષના પ્રારંભે દેવદર્શન બાદ પરીવાર સહિત સ્નેહીજનો,આડોશી-પાડોશી તેમજ પરિચિતજનોને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ખાસ કરીને નગર પાલિકા કચેરી ખાતે સ્નેહ મિલન યોજાયું હતું જેમાં કર્મચારીઓ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અહીં એક નગરપાલિકા કર્મચારી ભરત ગઢવી દ્વારા દુહાની પણ રમઝટ બોલાવી હતી.
Reviewed by ShankhnadNews on 20:06 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.