test
શિયાળુ પવનનોની શાહી સવારી સિહોર અને પંથકમાં સવારે ફુલગુલાબી ઠંડી

દિવાળી અને નુતન વર્ષનાં નવા દિવસો અને માંગલિક પર્વોમાં સર્વત્ર વાતાવરણમાં પલ્ટો રહ્યો

લીલાછમ ડુંગરો અને હરિયાળા ખેતરોમાં મનભાવન પવન હિલ્લોળે ચડતા ખુશનુમાભર્યું વાતાવરણ

શંખનાદ કાર્યાલય
નુતન વર્ષના આરંભ સાથે શિયાળુ પવનોની શાહી સવારીનું આગમન થઇ ગયું હોય તેમ છેલ્લા બે દિવસથી સવારના સમયે વાતાવરણને પ્રફૂલ્લિત બનાવતા મનભાવ ન ઠંડા પવનો લહેરાતા રહ્યા છે. ચોમાસાના દિવસોમાં ચારેબાજુ  જળાશયો છલોછલ ભરાયા છે. જ્યારે ચારેબાજુ શિયાળુ પવનો ફૂંકાવવા લાગ્યા છે. કાઠીયાવાડમાં જાણે કાશ્મીરની હુંફાળી ઠંડીનો અનુભવ થઇ રહ્યો હોય તેવા માહોલમાં વિક્રમ સંવત ૨૦૭૬માં વધામણાં ઉત્સાહભેર થઇ રહ્યો છે. નવા વર્ષ આગમન સાથે પ્રકૃતિનું રૂપ ચારે બાજુ ખીલી ઉઠયું છે. લીલાછમ હરિયાળો ડુંગરો અને સોનાવરણી ભોમકા ઉપર મગફળી - કપાસ સહિતના લીલાછમ પાક લહેરાઇ રહ્યા છે. ઉનાળાના આકરા તાપમાં શેકાઇ જનારા સિહોરવાસીઓ માટે હવે શિયાળાની ઠંડીના શાનદાર
ચાર મહિના માણવા મળશે. નવા વર્ષના ઠંડીના દિવસોમાં વિવિધ તહેવારોમાં ધર્મસ્થાનકોમાં શ્રધ્ધા ભક્તિનો નાદ ગુંજી ઉઠશે. કાઠીયાવાડના ખમીરવંતા લોકો માટે શિયાળાના આ ગૌરવવંતા દિવસોમાં પ્રકૃતિના અનુપમ શણગારની રંગોળી ચોતરફ નિહાળી હૃદય  પ્રેમ, આનંદ, કરણા અને સહાનુભૂતિથી છલોછલ છલકાતું રહેશે. 
Reviewed by ShankhnadNews on 20:21 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.