સિહોરના યુવાનનો કોરોના પોઝીટીવ બાદ આવતા અનેક વિસ્તારો કરાયા કોર્ડન, શેરી ગલીઓ પણ સિલ
તમામ લોકો સુરક્ષિત રહે તેમજ શેરી ગલીઓ સિલ કરવા નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન દ્વારા અંગત રસ લેવાયો, હજુ પણ કેટલીક જગ્યાઓ પર બેરીટેક કરવું જરૂરી
દેવરાજ બુધેલીયા
સિહોરના જલુના ચોક વિસ્તારમાં રહેતા યુવાનનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેના પરિવારના ૭ સભ્યને પરમદિવસે જ કોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે જ્યારે કોરોનાએ દેખાદેતા જલુના ચોક સહિતના વિસ્તારોમાં આરોગ્ય અને પોલીસ ટીમ દોડી ગઈ હતી. સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરી સાફસુફી હાથ ધરવામાં આવી કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જેના પગલે સિહોરના જલુનો ચોક, મકાતનો ઢાળ, જુમ્મા મસ્જિદ ખાંચો, નજીકના વિસ્તારને સીલ કરી દઈ કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારના ગલી નાકાઓ બેરીટેક થી બાંધી દેવાયો છે.
અવરજવર પર પાબંદી સાથે આરોગ્ય અધિકારી, હેલ્થ વિભાગની ટીમ, પોલીસ સ્ટાફ સાથે દોડી ગઈ હતી. જ્યારે જલુના ચોક વિસ્તારની સાફ સફાઈ હાથ ધરી સેનેટાઈઝ કરવામાં આવ્યો છે સાગર વિસ્તારને સિલ કરવા નગરપાલિકા પ્રમુખ દીપતિબેન દ્વારા અંગત રસ લઈને જરૂરી કાર્યવાહીઓ કરાવી છે ત્યારે હજુ પણ કેટલાક ખાચા ગલીઓમાં બેરીટેક મૂકવું જરૂરી છે જ્યારે પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ગોઠવાયો છે.

Reviewed by ShankhnadNews
on
20:52
Rating:

No comments: