test
બેન્ક, ટેલીફોન, LIC અને પોસ્ટના કર્મચારીઓની હડતાળના પગલે કરોડોનું ટર્નઓવર ખોરવાયું

અવાર નવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં નહીં આવતાં કર્મચારીઓમાં રોષ

હરેશ પવાર
કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિક કાનુનમાં સુધારાના નામે જે નીતિઓ ઘડવામાં આવી રહી છે. તેનો સમગ્ર દેશમાં કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અવાર નવાર આ નીતિઓમાં સુધારા માટે રજૂઆતો કરવા છતાં તે અંગે નિર્ણય લેવામાં નહીં આવતાં યુનિયન દ્વારા આજે હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં બેન્ક, ટેલીફોન, એલઆઇસી અને મજદુર સંગઠનના હોદ્દેદારો જોડાયા છે શ્રમિક કાનુનમાં સુધારાના નામે કર્મચારીઓના હક્ક છિનવવાની નીતિ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે. જેનો કર્મચારી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સિહોર સાથે સમગ્ર દેશમાં હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું  આ હડતાલમાં બેન્ક, જીવન વિમા, ટેલીફોન સહિત ફેક્ટરીના વર્કરો અને મજદુર સંગઠનો પણ જોડાયા હતા સરકારની જે નીતિઓ છે. તેનો હડતાલ પાડીને વિરોધ કરવામાં આવશે. સરકારી બેન્કોના મર્જ કરવાની સાથે સાથે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેનો પણ ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારની કર્મચારી વિરોધી નીતિઓ તેમજ જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવાની માંગ સહિત જાહેર ક્ષેત્રમાં ખાનગીકરણ થઇ રહ્યું છે તેનો વિરોધ પણ એલઆઇસી કર્મચારી યુનિયન દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ હડતાલમાં બેન્કો, પોસ્ટ, એલઆઇસી, બીએસએનએલ સહિત મજદુર સંગઠનના કર્મચારીઓ પણ જોડાશે અને કામગીરીથી અળગા રહ્યા હતા આજે  બેન્ક, પોસ્ટ અને વિમાની કામગીરી ખોરવાઇ હતી અને લોકોને હેરાનપરેશાન થવાની નોબત આવી હતી
Reviewed by ShankhnadNews on 21:11 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.