test
થર્ટી ફર્સ્ટ : ઈ.સ. 2019ને અલવિદા, 2020ને આવકારવા થનગનતું યુવાહૈયું

રાત્રે 12ના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષના વધામણાં, અનેક સ્થળે ડી.જે. ડાન્સ વીથ ડિનર પાર્ટીના આયોજન, છાનાખૂણે શરાબની મહેફીલો જામશે, પોલીસની ચાંપતી નજર

હરેશ પવાર
ઈ.સ. ૨૦૧૯ના આજે છેલ્લા દિવસે યુવાહૈયું થર્ટી ફર્સ્ટની પાર્ટી યોજી યુવાહૈયું વર્ષ ૨૦૧૯ને અલવિદા કરી નવા વર્ષ ૨૦૨૦ને ઉમળકાભેર આવકારશે શહેરમાં કેટલાક સ્થળોએ ૩૧ ડિસેમ્બરની ડી.જે. ડાન્સ વીથ ડિનરની પાર્ટીના આયોજનો થયા છે. જેમાં યુવાધન મોટી સંખ્યામાં ઉમટી પડી મોજ-મસ્તી અને આતશબાજી સાથે નવા વર્ષના વધામણાં કરશે. યુવાધન ઉપર પશ્ચિમી સંસ્કૃતિનો વળગાટ વધી રહ્યો છે. જેના કારણે વેલેન્ટાઈન ડે, ક્રિસમસ, ન્યુ યર જેવા અલગ-અલગ પાશ્ચાત તહેવારોની ઉજવણીનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. આવતીકાલે મંગળવારે વર્ષની અંતિમ રાત્રિ સાથે ૨૦૧૯નેે બાય બાય કરવા અને ૨૦૨૦ને મસ્તીભર્યા માહોલમાં આવકારવા માટે યુવાધન બેતાબ બન્યું છે. જેના કારણે થર્ટી ફર્સ્ટની પાર્ટીનો ટ્રેડ વધી રહ્યો છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને કારણે શહેરના જુદા જુદા રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, હોટલ વગેરેમાં અલગ-અલગ થીમ પર ડી.જે. ડાન્સ અને ડિનરના આયોજનો થયા છે. જેમાં યુવાધન મોંઘીદાટ ટિકિટ ખરીદી મહેફીલની મોજ માણશે. બરોબર રાત્રિના ૧૨ કલાકના ટકોરે આવા આયોજનો ઉપરાંત અલગ-અલગ સ્થળોએ આતશબાજી કરી ૨૦૧૯ને અલવિદા અને ઈસુના નવા વર્ષ ૨૦૨૦ને આવકારવામાં આવશે.
જાહેર આયોજનો ઉપરાંત નસેડીઓ શહેર બહારના વિસ્તારમાં આવેલી વાડી, પાર્ટી પ્લોટ અને દોસ્તારોના ઘરોમાં છાનાખૂણે શરાબની મહેફીલ માંડી ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરશે. આવતીકાલે થર્ટી ફર્સ્ટને લઈ શહેર-જિલ્લામાં પોલીસ સતત પેટ્રોલીંગ કરી દારૂના નશામાં છાંટકા બનેલા નબીરાઓને પીંજરે પૂરવાની કાર્યવાહી કરશે અને તમામ બાબતો પર પોલીસની ચાંપતી નજર રહેશે
Reviewed by ShankhnadNews on 20:37 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.