સિહોરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ પર તવાઈ
કસૂરવારો પાસે તંત્રએ દંડ વસૂલ્યો, તંત્રએ દુકાનો, શાકમાર્કેટ તેમજ લારીઓ પર ચેકીંગ કરી પ્લાસ્ટિક જપ્ત કર્યું
દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા દ્વારા શહેરમા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ ઉપર તવાઈ ઉતારવામાં આવી રહી છે. પાલિકાએ આજે સવારથી ઝબલા ચેકીંગ ડ્રાઈવ કરી હતી. જેમાં લારી ગલ્લા તેમજ શાક માર્કેટ વિસ્તા ચેકીંગ હાથ ધર્યું હતું. આ વેળાએ પાલિકાએ વેપારીઓને દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી. ઉપરાંત ૧૦ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો પકડી પાડી તેને જપ્ત કર્યો હતો. આ ચેકીંગ ડ્રાઈવમાં પાલિકાની ટીમે દંડ વસુલ કર્યો હતો સિહોર નગરપાલિકા દ્વારા શહેરના બજાર મુખ્ય બજાર તેમજ માર્કેટ પાસે દરોડા પાડીને હલકું પ્લાસ્ટિક વાપરતાં દુકાનદારો પર તવાઈ કરવામાં આવી હતી આવું પ્લાસ્ટિક પશુ માટે હાનિકારક છે આથી ૫૧ માઈક્રો ઓછું પ્લાસ્ટીક વાપરતા વેપારીઓ પર ધોસ બોલાવી હતી. પ્રતિબંધ હોવાના કારણે સિહોર નગરપાલિકા દ્વારા મુખ્ય વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી સેનેટરી વિભાગના સ્ટાફ સાથે દુકાનોમાં દરોડા પાડી પ્લાસ્ટિક ઝબલા, ચાની પ્યાલી, ગ્લાસ વગેરે જપ્ત કર્યા હતા ૫૧ માઈક્રોથી ઓછું પ્લાસ્ટીક વાપરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Reviewed by ShankhnadNews
on
20:53
Rating:

No comments: