test
બિન સચિવાલય પરિક્ષાને રદ અને થયેલી ગેરરીતિની તટસ્થ તપાસની માંગ સાથે સિહોરમાં આવેદન અને રજુઆત

તંત્ર દ્વારા ખુલ્લેઆમ કરાવાતી ચોરીઓ, પરીક્ષા રદ કરી કૌભાંડીઓને કડક સજા કરવા મામલતદારને આવેદનપત્ર અપાયું, પરીક્ષા રદ કરવાની પણ માંગણી

સિહોરના કોંગ્રેસ યુવા અગ્રણી જયરાજસિંહ મોરીની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆતો થઈ

બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની તટસ્થ તપાસ કરવા માટે આજે સિહોરમાં વિદ્યાર્થીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ સરકારને સુધી રજૂઆત પહોંચાડવા માંગ કરી હતી સિહોર સહિત રાજ્યભરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં વિવિધ સ્થળો પર ગેરરીતિઓ બહાર આવી હતી. જેમાં ભાવનગર, વલસાડ, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લાના વિવિધ સેન્ટરો ઉપર પણ ચોરી થયાની ફરિયાદો થઈ હતી. જેમાં પાલનપુરમાં તો પોલીસ કેસ પણ નોંધાયા છે. જેને લઈ મહિલાઓથી પરીક્ષાની મહેનત કરતા અને ક્લાર્કની પરીક્ષા પાસ કરવાની આશા સેવતા ઉમેદવારોને અન્યાય થતા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોએ તેમને થયેલ અન્યાયને લઈને આ પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે સિહોર મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવી રજુઆત કરી છે  જેમાં આ પરિક્ષાને રદ્દ કરી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર કૌભાંડીઓને કડક સજા કરવાની માંગ કરી હતી. જોકે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરીઓ થાય છે અને સુપરવાઈઝર પેપરો લખાવતા હોય અને ક્યાંક મોબાઈલનો ઉપયોગ થયો હોઈ હોશિયાર અને મહેનત કરનારા ઉમેદવારો છે. અન્યાય થઈ રહ્યો છે જેને લઈ સરકાર દ્વારા તાત્કાલિક આ પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી હતી અને સરકાર સામે રોષ પ્રગટ કર્યો હતો આવેદન અને રજુઆત સિહોર કોંગ્રેસના યુવા અગ્રણી જયરાજસિંહ મોરીની આગેવાનીમાં થઈ હતી જેમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Reviewed by ShankhnadNews on 19:42 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.